Skip to main content
Settings Settings for Dark

રાજયમાં આગામી 7 દિવસ ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના

Live TV

X
  • 23 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ - દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

    ચાર દિવસની ધમાકેદાર બેટિંગ બાદ રાજયમાં મોટા ભાગના શહેરોમાં વરસાદે વિરામ લીધો. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી  બે દિવસ દરમિયાન રાજયમાં વરસાદનું જોર ઘટશે. જો કે  હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે આગામી 7  દિવસ ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા ભારે વરસાદ વરસી શકે છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં તેમજ દમણ અને દાદરા નગરહવેલીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 21 જૂનના રોજ  બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તો 23 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં  મહેસાણા, સાબરકાંઠા સૌરાષ્ટ્રમાં અમરેલી  ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ - દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply