Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કુલ ૨૩ જિલ્લાના ૧૦૧ તાલુકામાં વરસાદ નોંધાયો

Live TV

X
  • છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના વાપી તાલુકામાં ૭ ઇંચ જેટલો તેમજ પારડી તાલુકામાં ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો

    રાજ્યમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ જેટલો અને પારડી તાલુકામાં ૫ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડા અને ધરમપુર ખાતે ૪ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.  

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ આજે તા. ૨૦ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડના ઉમરગામ અને નવસારીના ખેરગામમાં ૪ ઈંચ જેટલો તેમજ ભરૂચના હાંસોટ અને વાલિયા, સુરતના ઓલપાડ તથા ડાંગના વઘાઈ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત રાજ્યના ૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૧૨ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૭૨ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૩ જિલ્લાના ૧૦૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે

    રાજ્યમાં ચોમાસાની સીઝનનો કુલ વરસાદ 13.98 ટકા એટલે કે 123.41 મીલી મીટર વરસાદ નાંધાયો છે .વરસાદને પગલે રાજ્યના 9 ડેમ સંપુર્ણ ભરાયા છે જ્યારે 25 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે જેના પગલે 14 ડેમ હાઇએલર્ટ પર ,11 ડેમ એલર્ટ પર અને 9 ડેમ વોર્નીગ પર રાખવામાં આવ્યા છે.માછીમારોને તા.૨૦.૦૬.૨૦૨૫ થી ૨3.૦૬.૨૦૨૫ સુધી દરરયો નહી ખેડવા આઇ.એમ.ડી દ્વારા સૂચના આપવામાાંઆવેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply