રાજયમાં કોરોનાની વૅક્સીનનો પ્રથમ જથ્થો આવ્યો, પ્રથમ ફ્રન્ટ લાઇન વોરિયર્સને અપાશે રસી
Live TV
-
પુણેની સીરમ ઇન્ટટ્યૂટ ખાતેથી અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે કોરોનાની રસીનો પ્રથમ જથ્થો આવી પહોંચ્યા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોનાની રસીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના પ્રથમ જથ્થામાં 2 લાખ 76 હજાર વેક્સિનના ડોઝ પ્રાપ્ત થયાં છે.
પુણેની સીરમ ઇન્ટટ્યૂટ ખાતેથી અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે કોરોનાની રસીનો પ્રથમ જથ્થો આવી પહોંચ્યા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોનાની રસીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના પ્રથમ જથ્થામાં 2 લાખ 76 હજાર વેક્સિનના ડોઝ પ્રાપ્ત થયાં છે. તો આવતીકાલે સમુદ્ર માર્ગે બીજા તબક્કાનો જથ્થો ગુજરાત આવી પહોંચશે. તમામ વેક્સિનનું વિતરણ ગાંધીનગરના મુખ્ય સેન્ટરથી રાજ્યભરમાં કરાશે. આ વિતરણ અંતર્ગત કોરોનાની રસીના 1 લાખ 20 હજાર ડોઝ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવશે તો 60 હજાર ડોઝ ભાવનગર ખાતે, 93 હજાર 500 સુરત ખાતે, 96 હજાર ડોઝ ગાંધીનગર ખાતે અને 94 હજાર 500 ડોઝ વડોદરા ખાતે તથા 77 હજાર ડોઝ રાજકોટ ખાતે મોકલવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, રસીકરણ કાર્યક્રમમાં પ્રથમ હેલ્થ વર્ક્ર્સ અને ફ્રન્ટ લાઇન વોરિયર્સને વેક્સિન આપવામાં આવશે. કોરોના રસીના બોક્સ પર સર્વે સન્તુ નિરામયા લખવામાં આવ્યું છે અને આગામી 16 જાન્યુઆરીથી દેશવ્યાપી વેક્સિનેશન કાર્યક્રમના પ્રથમ તબક્કાનો પ્રારંભ થશે.
