રાજયમાં જામ્યો અષાઢી માહોલ
Live TV
-
રાજયમાં જામ્યો અષાઢી માહોલ
રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યાના 55 તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.. મહિસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ 1.30 ઇંચ તો, ગોધરમાં 1.26 ઇંચ જ્યારે ગાંધીનગરના દેહગામમાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો છે. 8 તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાતા વાતાવરણમાં ફરી ઠંડક પ્રસરી ગઈ છે.
આ સાથે, અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 70.19 ટકા થયો છે. ત્યારે, હવામાન વિભાગે અગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્ય અને તેની આસપાસ કુલ 4 સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારે વરસાદની સંભાવના છે.
રાજ્યના ડેમની સ્થિતિ પર નજર કરીએ તો, 39 ડેમ હાઈ એલર્ટ પર, 5 ડેમ એલર્ટ પર અને 11 ડેમ વોર્નિંગ પર છે.. તો, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 82.18 ટકા પાણીનો સંગ્રહ છે.
