રાજયમાં ડ્રગ્સ પર રાજનીતિ કરવી કેટલી યોગ્ય?
Live TV
-
રાજયમાં છેલ્લા કેટલા સમયથી ડ્રગ્સ પર રાજનીતિ ચાલી રહી છે. જેને લઈને રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું, છેલ્લા એક વર્ષમાં ડ્ર્ગ્સના કારોબારીઓ પર પોલીસે હલ્લાબોલ કર્યું છે જે તમામ ઓપરેશનો જગ જાહેર છે. ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ કરવી કેટલી યોગ્ય છે? ઉલ્લેખનીય છે કે છેલ્લા 11 મહિનામાં ડ્રગ્સ વેચવાના ગુનામાં પકડાયેલા એક પણ ગુનેગારોને જામીન નથી મળ્યા.
ડ્રગ્સના વિષયમાં જયારે ગુજરાત પોલીસ ભારત અને પાકિસ્તાનની સીમા પર જઈ ગોળીઓનો સામનો કરીને મોટા રેકેટ પકડે ત્યારે ભલે આપ એને અભિનંદન ના આપો પરંતુ આ જવાનોનું મોરલ તોડવાનું કામ કરનાર વ્યક્તિઓ ગુજરાતનું અહિત કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે શું ડ્રગ્સ વેચનાર લોકો પોલીસ સ્ટેશન પર સામેથી આવીને ડ્રગ્સ જમા કરાવી જાય છે? ડ્ર્ગ્સ સામેની આ લડાઈ અમારા માટે રાજનૈતિક વિષય નથી. દુનિયાભરમાં ડ્રગ્સ એક ફેશન બન્યું છે, જેમાં ગુજરાતના યુવાનો ના સંડોવાય તે માટે તમામ દિશામાં એક સાથે કામગીરી ચાલે છે. આ દુષણથી થતું નુકસાન લોકજાગૃતિ થકી, દુષણમાં સપડાયેલા યુવાનોને બહાર લાવવાના પ્રયાસો, સોશલ મીડિયાના માધ્યમથી જાગૃતિ લાવવા માટેના કામ કરીને ગુજરાતને અને દેશને આ દુષણથી બચાવવાનું છે. આપણે સૌ જાણીએ છે કે દેશનું કયું રાજય ડ્રગ્સનું કેપિટલ ગણાય છે, ત્યાં શું હાલત છે અને ત્યાં કોની સરકાર છે. ડ્ર્ગ્સ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે કરેલી કામગીરી ખૂબ જ નોંધપાત્ર છે અને આ દિશામાં રાજય સરકાર હજુ વધુ કડક રીતે કામ કરવા મક્કમ છે એમ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
