કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે 36મી નેશનલ ગેમ્સનું ગીત અને માસ્કોટ લોન્ચ કરશે
Live TV
-
36મી નેશનલ ગેમ્સની કર્ટેન રેઈઝર ઈવેન્ટ આજે સાંજે અમદાવાદના EKA એરેના ટ્રાન્સસ્ટેડિયામાં યોજાવાની છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર હાજર રહેશે.
આ કાર્યક્રમમાં રાજયભરમાંથી 9,000થી વધુ પ્રતિષ્ઠિત મહેમાનો હાજરી આપે તેવી શક્યતા છે. આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરવામાં આવશે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમને રાષ્ટ્રીય રમતોનું આયોજન કરવામાં આનંદ અને ગર્વ છે. અમે ભારતના ટોચના એથ્લેટ્સ અને અધિકારીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ રમતો બનાવવા માટે કોઈ કસર છોડીશું નહીં. આ કાર્યક્રમમાં ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર કિરીટકુમાર જે. પરમાર, ભારતીય ઓલિમ્પિક સંઘના કાર્યકારી પ્રમુખ અનિલ ખન્ના, સુજાતા ચતુર્વેદી, સચિવ, રમતગમત કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સામેલ છે.
7 વર્ષ બાદ 36મી નેશનલ ગેમ્સ આયોજીત કરવામાં આવી. જેનો વિષય છે "સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ". આ રમતોત્સવ 19 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી યોજાશે. આ ઈવેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર ભાગ લેશે. આ ગેમ્સ છેલ્લે કેરળમાં 2015માં યોજાઈ હતી.
