Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રીએ AMCની સ્માર્ટ શાળાઓનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ આજે અમદાવાદમાં નગર નિગમની સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કર્યું હતું. જેમાં નારણપુરા શાળા નંબર-6, ઘાટલોડિયા પ્રાથમિક શાળા નંબર-2 અને થલતેજ અનુપમ શાળાનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ શાળાઓથી 3,200થી વધુ બાળકોને ફાયદો થશે. વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાત વિકાસની બાબતમાં સમગ્ર દેશ માટે એક આદર્શ મોડેલ બન્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે અમદાવાદમાં 5,900 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. સ્માર્ટ શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં મેયર કિરીટ પરમાર, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદિપ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply