Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 6ઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન મીટના ઉદ્ઘાટન બાદ સભાને સંબોધન કર્યું

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જેલોના આધુનિકીકરણ અને સમાજમાં ગુનેગારોના પુનર્વસન પર ભાર મૂક્યો છે. તેઓ આજે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે 6ઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન મીટના ઉદ્ઘાટન બાદ એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું કે કોર્ટની જેમ દેશભરની તમામ જેલોમાં વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા ઊભી કરવાની જરૂર છે. તેમણે કેદીઓની સુખાકારી માટે જેલ પરિસરમાં પુસ્તકાલયો, તાલીમ કેન્દ્રો, હોસ્પિટલ અને માનસિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવા પર પણ ભાર મૂક્યો હતો.  આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 6ઠ્ઠી જેલ મીટ દેશમાં જેલ સુધારણા અને વધુ સારી જેલ વ્યવસ્થાપનની પ્રક્રિયામાં મદદ કરશે. આ ત્રણ દિવસીય મીટનું આયોજન બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. દેશભરમાંથી વિવિધ જેલોના 1000 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ આ મીટમાં ભાગ લેશે. અગાઉ શ્રી શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા અંદાજે 9 કરોડ 54 લાખ રૂપિયાના ખર્ચે ઘાટલોડિયા, થલતેજ, નારણપુરા અને નવા વાડજમાં બનેલી ચાર સ્માર્ટ સ્કૂલોનું ઉદ્ઘાટન કર્યું હતું.
            
    આ પ્રસંગે તેમણે પ્રાથમિક શિક્ષણમાં થયેલા સુધારા અંગે જણાવ્યું હતું કે, કન્યા કેળવણી પ્રવેશોત્સવ જેવી પહેલોથી ગુજરાતમાં શાળામાં દાખલ થવાનો દર 100 થયો છે, જ્યારે શાળા છોડવાનો દર લગભગ 0 ટકા જેટલો થયો છે. શ્રી શાહ આજે સાંજે અમદાવાદ ખાતે 36મા રાષ્ટ્રીય રમતોત્સવ માટે સત્તાવાર માસ્કોટ અને નેશનલ એન્થમનું લોન્ચીંગ કરશે. આ ઉપરાંત તેઓ 11મા ખેલ મહાકુંભના સમાપન સમારોહની અધ્યક્ષતા કરશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર, રાજ્યના રમત-ગમત મંત્રી  હર્ષ સંધવી અને દેશના જાણીતા રમતવીરોની ઉપસ્થિતિમાં આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરાશે. 29મી સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોબર દરમિયાન યોજાઇ રહેલા આ ૩૬મા રાષ્ટ્રીય રમતોત્સવ અંતર્ગત અમદાવાદ,  ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની ૩૬ રમતોમાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૨૦ હજાર જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે.  ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલા ૧૧મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન પણ આ સમારોહમાં યોજાશે. આ સમારોહમાં રાજયના પેરાએથ્લેટીસનું સન્માન કરાશે તથા ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply