મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું સ્નેહમિલન
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો ગાંધીનગરમાં સ્નેહમિલન યોજાયુ. ગાંધીનગરમાં આયોજિત આ સ્નેહમિલન સમારોહમાં સામાજિક અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિકાસના માર્ગે છેલ્લા બે દાયકાથી પૂરપાટ ગતિએ આગળ ધપી રહેલા ગુજરાતને વધુ વિકસિત બનાવવા લોકોને હાકલ કરી હતી. સાથો સાથ સ્વચ્છતા મિશન, જળ જીવન મિશન, હરઘર તિરંગા અભિયાન જેવી મુહીમ સફળ બનાવી ભારતે પોતાની તાકાત વિશ્વને બતાવા માટે પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા "સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, અને સૌના પ્રયાસ" ના મંત્રને અનુસરીને ગુજરાતના સૌ સમાજે સાથે મળી આગળ વધવાનું છે. વિકાસના માર્ગે છેલ્લા બે દાયકાથી પૂરપાટ ગતિએ આગળ ધપી રહેલા ગુજરાતને વધુ વિકસિત બનાવવાનું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત સરકારે સર્વાંગીણ વિકાસ, સુશાસન અને સૌ સમાજના ઉત્કર્ષની જે પરિપાટી અપનાવી છે, તેના પરિણામે કોઈપણ સમાજના કામ અટક્યા નથી અને અટકવાના પણ નથી. આ પ્રસંગે કડિયા સમાજના અગ્રણી ભાઈઓ બહેનો, બક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ શ્રી ભગવાનદાસ પંચાલ, ઉપાધ્યક્ષ શ્રી મયંક નાયક સાહિત્યના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
