કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે વડોદરામાં ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલની મુલાકાત લીધી
Live TV
-
વડોદરાની મુલાકાતે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ આવ્યા હતા.તેમણે શહેરના જાણીતા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા સ્થાપવામાં આવેલા શ્રીજીના દર્શન કર્યા હતાં. ઉપરાંત ઇન્દ્રપ્રસ્થ દ્વારા થતા લોકહિત સમર્પિત કાર્યો તેમજ ઇન્દ્રપ્રસ્થના રસોડાની મુલાકાત લીધી હતી.
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી. તેમની સાથે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ જોડાયા હતા.વડોદરા શહેરમાં કોરોના કાળમાં ઘરે ક્વોરેન્ટાઇન રહેતા દર્દીઓ માટે મફત જમવાનું પહોંચાડવાની ભગીરથ સેવા કરનાર ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના એનકવિધ સેવાકીય કાર્યોની ઝાંખી મેળવી હતી.તેમજ પર્યાવરણની જાળવણી માટે પણ વર્ષોથી ગણેશ વિસર્જન માટે પણ કૃત્રિમ કુંડમાં કરતા વિસર્જન નિહાળ્યું હતું. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા બાળકોની ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં આસપાસની સોસાયટી અને શાળાના બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
