Skip to main content
Settings Settings for Dark

રાજયમાં બીજીથી આઠમી ઓકટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાશે

Live TV

X
  • વન્ય પ્રાણી સપ્તાહના ભાગરૂપે રાજયમાં બીજીથી આઠમી ઓકટોબર સુધી વન વિભાગ દ્વારા તમામ 33 જીલ્લા અને 250 તાલુકાઓમાં વન્ય પ્રાણી સપ્તાહની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવશે. જેમાં સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે રાજયના તમામ અભ્યારણોમાં રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારોને 100 ટકા પ્લાસ્ટિક ફ્રી બનાવવાનું અભિયાન હાથ ધરશે. રાજ્યના અગ્ર મુખ્ય વનસંરક્ષક એન. શ્રીવાસ્તવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, નાગરિકોમાં વન્ય જીવન અને વન્ય પ્રાણી સૃષ્ટિ પ્રત્યે જનજાગૃતિ ફેલાય એવા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વન્ય પ્રાણી સપ્તાહ અભિયાનનો મુખ્ય હેતુ પ્રાણી સૃષ્ટિના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. વન વિભાગના અધિકારીઓ જે – તે જીલ્લાની શાળા અને કોલેજોમાં વન્ય જીવોની જાણકારી આપીને સપ્તાહની ઉજવણી કરશે. આ ઉપરાંત મહાનુભાવોની  હાજરીમાં ચિત્ર સ્પર્ધા, શહેરોની દિવાલો પર પેઇન્ટીંગ કરવા સાથે જીલ્લાવાર નેચર એજ્યુકેશન શિબિરનું અને જંગલ વિસ્તારોમાં ટ્રેકીંગનું આયોજન કરાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply