Skip to main content
Settings Settings for Dark

રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ માટે ગુજરાત એક પ્રમુખ સ્થાન તરીકે ઉભર્યું

Live TV

X
  • ગુજરાતનું વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન, લાંબો દરિયાકિનારો અને પવન અને સૌર ઊર્જા માટે અનુકૂળ વાતાવરણ રાજ્યને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે અગ્રણી સ્થાન છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્લેટફોર્મ દ્વારા રાજ્ય સરકારે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સક્રિય રીતે રોકાણો આકર્ષિત કર્યા છે અને કોલાબોરેશન્સ પણ કર્યા છે, જેના કારણે વિંડ ફાર્મ્સ, સોલાર પાર્ક્સ અને અન્ય સ્વચ્છ ઊર્જાના પ્રોજેક્ટ્સને વેગ મળ્યો છે. ગુજરાતે સ્વચ્છ અને હરિત ઊર્જા અપનાવવાની પોતાની પ્રતિબદ્ધતા સાથે વર્ષ 2030 સુધીમાં 80 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંકના 30% એટલે કે 22.5 ગીગાવોટ પહેલેથી જ હાંસલ કરી લેવામાં આવ્યા છે. જમીન સ્તરથી 150 મીટરની ઉંચાઈ પર 180 ગીગાવોટની ઓનશોર વિંડ પાવર સંભવિતતાનો ઉપયોગ કરવામાં અને દરિયાકિનારા સહિત 30-35 ગીગાવોટ ઓફશોર પવનની સંભાવનાઓનો ઉપયોગ કરવા માટેની વ્યૂહરચના વિકસિત કરવામાં ગુજરાત અગ્રેસર છે. વધુમાં, ગુજરાત ઇલેક્ટ્રિક વાહનો (EVs) ના ઉપયોગમાં પણ ઝડપ લાવી રહ્યું છે, અને 2025 સુધીમાં 2 લાખ EVs ના લક્ષ્યાંકની સામે 60,000 EVs તો રજિસ્ટર પણ થઈ ચૂક્યા છે. ટકાઉ ઔદ્યોગિક વિકાસના મોડલ સાથે, ગુજરાત આજે એક પ્રિફર્ડ બિઝનેસ-ફ્રેન્ડલી ડેસ્ટિનેશન બન્યું છે.

    ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઉત્પાદન, સેવાઓ અને માળખાકીય વિકાસ સહિત વિવિધ પ્રકારની રોકાણની તકો પ્રદાન કરે છે. તેમાં સોલાર સેલ્સ અને મોડ્યુલ્સ, વિંડ ટર્બાઇન્સ અને બ્લેડ્સ, પાવર સિસ્ટમ માટે આનુષંગિક ઉપકરણો, અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. વધુમાં, ગુજરાત રિન્યુએબલ એનર્જી પાર્કના વિકાસ, EPC કોન્ટ્રાક્ટ અને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની સ્થાપના માટેની સંભાવનાઓ ધરાવે છે. ઇન્સ્ટોલેશન, ટેક્નિકલ સપોર્ટ, ઓપરેશનલ અને મેઇન્ટેનન્સ સપોર્ટ અને થર્ડ પાર્ટી પાવર પ્રોવાઇડર્સ જેવી સેવાઓ પણ ગુજરાતમાં રહેલી સમૃદ્ધ તકો છે. આ ઉપરાંત, ગુજરાત કચરાનું પૃથક્કરણ, બ્રિકેટનું ઉત્પાદન અને પ્રોસેસિંગમાં રોકાણોને પ્રોત્સાહન આપે છે અને તે રીતે ટકાઉ ઊર્જા વિકાસ માટે વ્યાપક ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરે છે.

    ગુજરાત આજે પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી મેળવવામાં આવેલી તેની કુલ સ્થાપિત ક્ષમતાના 46.24% (ઓગસ્ટ 2023 સુધીમાં) સાથે ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં પ્રમુખ સ્થાન બન્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ફક્ત ભવિષ્ય માટે ટકાઉ ઊર્જા માટે ગુજરાતની પ્રતિબદ્ધતા જ નથી દર્શાવતી પરંતુ, દેશના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં એક અગ્રણી રાજ્ય તરીકે તેની વર્તમાન સ્થિતિને પણ મજબૂત બનાવે છે. વધુમાં, પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી ભારતના કુલ વીજ ઉત્પાદનમાં 15.2% યોગદાન આપીને ગુજરાત રાષ્ટ્રને સ્વચ્છ અને હરિત ઊર્જા વિકલ્પો અપનાવવાની દિશામાં આગળ વધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો, નવીન પ્રોજેક્ટ્સ અને ટકાઉ ઔદ્યોગિક વિકાસની સંભાવનાઓ સાથે, ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ અને વૃદ્ધિ માટે અદ્વિતીય તકો પ્રદાન કરે છે, જે આ ક્ષેત્રના વ્યવસાયો અને રોકાણકારો માટે રાજ્યને ટોચની પસંદ બનાવે છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ગુજરાતની વિશિષ્ટ નીતિગત પહેલો રાજ્યનું ગ્રીન એનર્જી હબમાં રૂપાંતરણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. ગુજરાત વેસ્ટ ટુ એનર્જી પોલિસી 2022, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી 2021, ગુજરાત સોલર પાવર પોલિસી 2021 અને ગુજરાત વિન્ડ પાવર પોલિસી 2016 જેવી નોંધપાત્ર પોલિસીઓ, સામૂહિક રીતે સસ્ટેનેબલ એનર્જી પ્રેક્ટિસિસ એટલે કે ટકાઉ ઊર્જા પ્રથાઓ અને પર્યાવરણીય સંરક્ષણને આગળ ધપાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply