રાજયમાં માર્ચ મહિનાના મધ્યમાં ગરમીમાં ઘટાડો
Live TV
-
અમદાવાદનું મહત્તમ તાપમાન 1 ડિગ્રીના ઘટાડા સાથે 35. 8 ડિગ્રીએ પહોંચ્યું .રાજયમાં વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ
રાજયમાં માર્ચ મહિનાના મધ્યમાં ગરમી ઘટી છે. છેલ્લા ઘણા દિવસથી મોટા ભાગના શહેરોનું તાપમાન 33 ડિગ્રીથી 38 ડિગ્રીની વચ્ચે રહેતા ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 1 ડિગ્રીના ઘટાડા સાથે 35. 8 ડિગ્રીએ પહોંચ્યું છે. રાજયમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું. રાજકોટમાં 37. 4 ડિગ્રી તાપમાન જોવા મળ્યું.જ્યારે ગાંધીનગરમાં 35. 8 ડિગ્રી, અમરેલીમાં 36 ડિગ્રી, પોરબંદરમાં 34 ડિગ્રી તેમજ સુરતમાં 35. 4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજયમાં વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.