રાજયમાં મેઘરાજાની મહેર, હવામાન વિભાગે 25 ઓગસ્ટ સુધીની કરી આગાહી
Live TV
-
સમગ્ર રાજ્યમાં મેઘરાજાની મહેર થવાથી લોકોમાં આનંદનો માહોલ છવાયો છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. તાપી જિલ્લામાં મેઘરાજાએ ત્રીજા દિવસે મેઘ મહેર યથાવત રાખી હતી. નર્મદા જિલ્લામાં ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે સરદાર સરોવર ડેમમાં 30 હજાર ક્યુસેક પાણીનો વધારો થયો છે. છેલ્લા ચાર દિવસમાં સરદાર સરોવર ડેમમાં પાચ મીટર પાણીનો વઘારો થયો છે. ડાંગ જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ વઘઇ તાલુકામાં નોંધાયો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં 57 મીમી, કપરાડામાં 77 મીમી, પારડીમાં 23 મીમી, ઉમરગામમાં 12 મીમી, વલસાડમાં 27 મીમી અને વાપીમાં 37 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 25 ઓગસ્ટ સુધી અવિરત અને ભારે-મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતવર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે.