Skip to main content
Settings Settings for Dark

રાજયમાં લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તે માટે કરાઇ વિતરણની વ્યવસ્થા

Live TV

X
  • રાજ્યમાં લોક ડાઉનની પરિસ્થિતીમાં લોકોને જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ પુરતા પ્રમાણમાં મળી રહી તે માટે સરકાર દ્વારા વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. દૂધ, શાકભાજી, ફળ જેવી વસ્તુનો પુરતા પ્રમાણમા જથ્થો ઉપલબ્ધ છે.

    રાજ્યમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના વિતરણ અંગે માહિતી આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, 44 લાખ 42 હજાર લીટર દુધનું વિતરણ થયુ હતું. તમામ દૂધ કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં દૂધ અને દુધ બનાવટની પ્રોડક્ટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.રાજ્યમાં 1,07,440 ક્વિન્ટલ શાકભાજીની આવક થઇ છે.

    જેમા 21,721 ક્વિન્ટલ બટાકા , 72,500 ક્વિન્ટલ ડુંગળી અને 10,700 ક્વિન્ટલ ટામેટા અને લીલા શાકભાજીની 49,000 ક્વિન્ટલ આવક થઇ છે. મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં 27 કરોડનું દાન આવ્યું છે જ્યારે રાજ્યમાં 8 લાખ 95 હજાર ફુડ પેકેટનું વિતરણ કરાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply