રાજયમાં વિકાસ ઉત્સવના અવસરે 5,300 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ
Live TV
-
રાજ્યમાં સરકારના 5 વર્ષ પૂર્ણ થવા પર આયોજીત વિકાસ ઉત્સવના અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરેન્સીંગના માધ્યમથી કુલ 5,300 કરોડનાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યા હતા.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે. સરકારની રચના ઓગસ્ટ 2016માં કરવામાં આવી હતી. રાજ્યમાં સરકારના 5 વર્ષ પૂર્ણ થવા પર આયોજીત વિકાસ ઉત્સવના અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરેન્સીંગના માધ્યમથી કુલ 5,300 કરોડનાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ વતન પ્રેમ યોજનાના પોર્ટલનો શુભારંભ પણ કરાવ્યો હતો. અમિત શાહે સંબોધનમાં જણાવ્યુ હતુ, કે ગુજરાત દરેક ક્ષેત્રે પહેલા નંબરે છે. કોરોના કાળમાં વિશ્વમાં વિકાસનાં કામો બંધ થઈ ગયા હતા ત્યારે ભારત અને ગુજરાતમાં વિકાસની કામગીરી સતત ચાલુ રહી છે. ગુજરાત સરકારની વતન પ્રેમ એપ યોજના અંતર્ગત વિદેશમાં વસતા લોકો પોતાના વતન માટે એટલે કે ગામ માટે કઈ પણ કરવા ઈચ્છતા હોય તો 60 ટકા રકમ તે વ્યક્તિ ચુકવશે જ્યારે બાકીની 40 ટકા સહાય રાજ્ય સરકાર આપશે.
