રાજયમાં હવામાન વિભાગે ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી
Live TV
-
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ છે. તો વહેલી સવારથી દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. જ્યારે મોરબીમાં ગઈકાલ સાંજથી સતત વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ છે. તો વહેલી સવારથી દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. જ્યારે મોરબીમાં ગઈકાલ સાંજથી સતત વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તેની સાથે મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. ગઈકાલે નવસારીમાં બપોર સુધીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો સુરત અને વલસાડમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં એકથી પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપી, અમરેલી, જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
