ઊંઝા APMC કિસાન સંમેલનમાં Dy.CM નીતિન પટેલનું સંબોધન
Live TV
-
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ખેતીની આવક બમણી કરવા અને આપત્તિ સમયે ખેડૂતોની સાથે રહેતી રાજ્ય સરકારે કર્યા અનેક ખેડૂતલક્ષી નિર્ણય.વિવિધ યોજનાઓને કારણે ગુજરાતના ખેડૂતો થયા વધુ સમૃધ્ધ
મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાના વડનગર, ઊંઝા, સતલાસણા અને ખેરાલુ તાલુકાના ખેડૂતો અને કૃષિ તજજ્ઞો સાથે ખેડૂત સંમેલન યોજાયું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવા માટે તથા આપત્તિના સમયે ખેડૂતોના પડખે ઉભી રહેલી રાજ્ય સરકારે અનેક ખેડુતલક્ષી નિર્ણયોના પરિણામે આજે રાજ્યના ખેડૂતો સમૃધ્ધ થયા છે. રાજ્ય સરકારે તાજેતરમાં ખેડુતલક્ષી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકી છે.
આ યોજના થકી ખેડૂતો કુદરતી આપત્તિમાં થયેલ પાક નુંકશાનનો સરળતાથી લાભ મળી જાય છે. આ યોજનામાં ખેડુતોને પાક વીમાનું પ્રિમીયમ પણ ભરવું પડતું નથી.નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સાત પગલા થકી વિવિધ યોજનાઓ દ્વારા ખેડુતોના ઉત્કર્ષ માટે સરકાર પ્રયત્નશીલ રહી છે.
