Skip to main content
Settings Settings for Dark

દેશની સૌથી મોટી સહકારી સંસ્થા અમૂલ ડેરીના ડિરેક્ટરોની ચૂંટણી

Live TV

X
  • આણંદ, ખેડા અને મહીસાગરના બારસો મતદારો કરી રહ્યા છે મતદાન. આણંદ અને પેટલાદ વિભાગ માટે બંને પક્ષના ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી.

    દેશની સૌથી પ્રતિષ્ઠીત સહકારી મંડળી અમુલ ડેરી ખાતે ડિરેક્ટરોની ચૂંટણી હોવાથી પોલીસ દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. ત્રણ જિલ્લા આણંદ, ખેડા અને મહીસાગરના બારસો જેટલા મતદારો પોતાના વિભાગના ડિરોક્ટરો માટે મતદાન કરવાના છે.

    પ્રાંત અધીકારીની દેખરેખ હેઠળ મતદાન સવારે 8 વાગે શરૂ થયું છે. આ મતદાન બપોરે 3 વાગ્યા સુધી ચાલનાર છે. કુલ 13 મંડળીની ચૂંટણીમાં એક નોમિનેટેડ અને બારમાંથી એક ઠાસરા વિભાગમાં હાલના ચેરમેન રામસિંહ પરમાર બિન હરીફ હોવાથી કુલ 11 બેઠક પર ચૂંટણી થશે.

    જેમાં આણંદ અને પેટલાદ વિભાગમાં રસાકસી જોવા મળનારા છે. આણંદ વિભાગમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો પણ ઝંપલાવ્યું છે. ત્યારે બપોર સુધીમાં લગભગ 84 ટકા મતદાન થયુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply