રાજયમાં 8મી માર્ચ સુધી હળવો વરસાદ થવાની સંભાવના
Live TV
-
આ સમયગાળામાં પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે
હવામાન વિભાગે આગામી 8મી માર્ચ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવિજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. આ સમયગાળામાં પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.દરમ્યાન રાજકોટ જિલ્લાના ગોંડલ, કોલીયડ તથા લોધીકામાં હળવો વરસાદ થયાના અહેવાલ છે. રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજે વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. બોટાદ શહેર અને જિલ્લામાં ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાય છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના ઘણાં ગામોમાં કમોસમી વરસાદ થયો છે.
જોકે રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં ઘણા સ્થળોએ મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા એકથી 7 ડિગ્રી વધુ નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન અમરેલી, રાજકોટ, કેશોદ અને વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું હતું, જે સામાન્ય કરતા 4થી 5 ડિગ્રી વધુ હતું.