ગુજરાત વિધાસભાની આજની બેઠક બપોરે બાર વાગ્યે શરૂ કરવામાં આવશે
Live TV
-
ગુજરાત વિધાસભાની આજની બેઠક બપોરે બાર વાગ્યે શરૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, આજની બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના યુવા બાબતોના મંત્રી હર્ષ સંઘવી વચ્ચે બજેટની વિભાગીય જોગવાઈ પર વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે. આજની બેઠકમાં મંત્રી મુખ્યત્વે આરોગ્ય, ટેકનિકલ શિક્ષણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન પર્યાવરણ, આબોહવા પરિવર્તનને લગતા સત્રમાં ભાગ લેશે. રમતગમત ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી મંત્રી હર્ષ સંઘવી ગૃહને આપી શકશે. તો, પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજ પત્ર પરની ચર્ચાનો પ્રથમ દિવસની શરૂઆત કરવામાં આવી શકે છે