રાજય સરકારે ધોરણ એકથી આઠમાં ગુજરાતી ભાષા ફરજીયાત કરવાનો નિર્ણય કર્યો
Live TV
-
રાજય સરકારે ધોરણ એકથી આઠમાં ગુજરાતી ભાષા ફરજીયાત કરવાનો નિર્ણય કર્યો છે. સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને જણાવ્યુ કે રાજયની તમામ શાળઓમાં પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતી ફરજીયાત ભણાવવું પડશે અને આ અંગેનો ખરડો વિધાનસભામાં રજૂ કરાશે. આ કાયદા અનુસાર રાજયમાં આવેલી ગુજરાતી માધ્યમ ઉપરાંત અન્ય માઘ્યમની શાળાઓમાં પણ બીજી ભાષા તરીકે ગુજરાતીનો અભ્યાસ ધોરણ આઠ સુધી કરાવવો ફરજીયાત બનશે.