રાજય સરકારે સરકારી શાળાઓમાં વધુ 19 હજાર ઓરડાઓ બાંધવા કર્યો નિર્ણય
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે રાજય કેબિનેટની બેઠક યોજાઇ હતી. અને તેમાં સરકારી શાળાઓમાં ઓરડાનું નિર્માણ અને સમારકામ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં નવા ચેકડેમ બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારોને માહીતી આપતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સરકારી શાળાઓમાં ઓરડાઓ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. તેમણે તમામ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવા માટેની ચર્ચા અંગે પણ વિગતો આપી હતી.
