રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી દાહોદમાં કરાઇ, CM રૂપાણી અને રાજયપાલે ધ્વજ ફરકાવ્યો
Live TV
-
દેશ સહિત રાજ્યભરમાં ૭૨માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે.. રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી આ વખતે દાહોદમાં કરવામાં આવી હતી..
દેશ સહિત રાજ્યભરમાં ૭૨માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે.. રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી આ વખતે દાહોદમાં કરવામાં આવી હતી.. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવજીવન કોલેજના મેદાનમાં સવારે ૯ વાગ્યે ધ્વજ ફરકાવીને સલામી આપી હતી.. ત્યાર બાદ બંને મહાનુભાવોએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પરેડ માર્ચ પાસ્ટ કરી હતી. આ પરેડમાં કુલ ૧૨ પ્લાટુને ભાગ લીધો હતો. તેમાં ૭૫૦થી વધુ પોલીસના જવાનો જોડાયા.. જ્યારે વિવિધ જિલ્લાની મહિલા પોલીસની ટૂકડીઓ, ચેતક કમાન્ડો, મરિન કમાન્ડો અને રાજ્યના પોલીસ દળે શક્તિની ઝાંખી દર્શાવી હતી..
