રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે લીલીયા મોટાની સરકારી કોલેજમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ
Live TV
-
અમરેલી જિલ્લામાં આગામી 15 ઓગસ્ટ, 2026 ના રોજ યોજાનાર રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલીયા મોટા દ્વારા તા.1 થી 14 ઓગસ્ટ દરમિયાન વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશનો મુખ્ય હેતુ સમગ્ર કોલેજ કેમ્પસ અને શૈક્ષણિક પરિસરને સ્વચ્છ અને સુંદર બનાવી મહાપર્વ માટે સજ્જ કરવાનો છે.કેમ્પસમાંથી એકત્ર થયેલા કચરાનું વર્ગીકરણ કરી જૈવિક કચરામાંથી સેન્દ્રીય ખાતર બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે તેમજ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસનો સંકલ્પ કરાયો છે.કોલેજના એન.સી.સી., એન.એસ.એસ. તથા ઇકો ક્લબના સ્વયંસેવકોના સક્રિય સહયોગથી આ અભિયાન આગળ વધી રહ્યું છે.કોલેજ પરિવાર દ્વારા સૌને "સ્વચ્છ કૉલેજ - સુંદર લીલીયા"ના સંકલ્પને સાકાર કરવા અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અનુરોધ કરાયો છે.
