વડોદરા: પશુપાલન વિભાગની 37 ટીમો દ્વારા પૂર અસરગ્રસ્ત ગામોમાં પશુઓને તાત્કાલિક સારવાર
Live TV
-
વડોદરા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા પશુધનના આરોગ્ય અને સુરક્ષા માટે યુદ્ધના ધોરણે રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.
પૂર બાદ ચેપી રોગચાળો ફેલાતો અટકાવવા માટે વિશેષ પશુચિકિત્સકોની 37 ટીમોએ અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ 439 પશુઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર પૂરી પાડી હતી.પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે 5802 પશુઓને કૃમિનાશક દવાઓ અને 3688 પશુઓમાં સફળતાપૂર્વક રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.પશુપાલકોને પશુઓની યોગ્ય સંભાળ, શેડની સ્વચ્છતા અને વિપરીત પરિસ્થિતિમાં સુરક્ષા જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પશુપાલન વિભાગ દ્વારા પૂર અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં પશુ આરોગ્ય સેવાઓ સતત ચાલુ રાખી પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.
