Skip to main content
Settings Settings for Dark

રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડોક્ટર જંયતિ રવિએ લીધી મહીસાગર જિલ્લાની મુલાકાત

Live TV

X
  • રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડોક્ટર જંયતિ રવિએ મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી હતી

    આ મુલાકાત દરમિયાન તેમણે જિલ્લામાં કોરોના મહામારી સંદર્ભે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યાર બાદ અગ્ર સચિવે લુણાવાડા નગરપાલિકા વિસ્તાર તથા ડુંગર ભીત કન્ટેઇન્મેન્ટ ઝોનની તેમજ બાલાસિનોર ખાતેની કોવિડ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. આરોગ્ય અગ્રસચિવે કન્ટેઇન્મેન્ટ ઝોનની મુલાકાત દરમિયાન વરિષ્ઠ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો અને આરોગ્ય સંબંધીત સેવાઓની ખાતરી કરી હતી. સાથે જ તેમણે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું, મોઢા પર માસ્ક પહેરવું અને બહાર નીકળવા પર સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની અપીલ કરી હતી. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંતર્ગત કરાયેલી કામગીરી અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સંતોષ વ્યક્ત કર્યો હતો. અને આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન પણ આપ્યું હતું અને તેમના કાર્યની સરાહના કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply