પહેલી જૂન થી અમદાવાદ સ્ટેશનથી 10 સ્પેશિયલ ટ્રેનો ચાલશે
Live TV
-
મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર ઉભી નહી રહે સ્પેશિયલ ટ્રેનો
કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે દેશમાં અત્યારે નિયમિત ચાલતી ટ્રેનોનું સંચાલન બંધ છે, ત્યારે રેલ પ્રશાસન દ્રારા યાત્રીઓની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેનોના સંચાલનની અનુમતિ આપવામાં આવી છે.
મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાના અનુસાર 01 જૂન 2020 થી અમદાવાદ સ્ટેશનથી કુલ 10 ટ્રેનો નું સંચાલન કરવામાં આવશે. જેમાં વર્તમાનમાં સાબરમતીથી ચાલી રહેલી ટ્રેન સંખ્યા 02957/02958 સાબરમતી-નવી દિલ્હી એસી સ્પેશિયલ ને 01 જૂન થી અમદાવાદ સ્ટેશનથી નવી દિલ્લી માટે ચલાવામાં આવશે તથા આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી સ્ટેશન પર ઉભી નહી રહે. જેમણે આ ટ્રેનની ટિકિટ સાબરમતી સ્ટેશનથી લીધી છે, તેઓએ ટ્રેનમાં બેસવા/ઉતરવા અમદાવાદ સ્ટેશન આવવું પડશે. રેલ પ્રશાસન દ્વારા આ સૂચના યાત્રીઓને બલ્ક એસએમએસ દ્વારા પણ આપવામાં આવી રહી છે.આના સિવાય વર્તમાનમાં સ્પેશિયલના રૂપ માં 01 જૂન થી ચલાવામાં આવનાર કોઈ પણ ટ્રેનો મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર સ્ટોપેજ નહિ હોય.
01 જૂન 2020 થી અમદાવાદ સ્ટેશન થી ચાલવા વાળી સ્પેશિયલ ટ્રેનો નિમ્નાનુસાર છે
ક્રમ ટ્રેન નંબર દિવસ સ્ટેશન પ્રસ્થાન આગમન
1. 02934/2933 પ્રતિદિન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ 04:55 21:25
2. 02917/02918 સોમ,બુધ,શુક્ર અમદાવાદ-હજરત નિજ્જામુદ્દીન 17:30 06:05
3. 02957/02958 પ્રતિદિન અમદાવાદ-નવી દિલ્લી. 18:40 10:10
4. 02915/02916 પ્રતિદિન અમદાવાદ- દિલ્લી જં. 18:55 07:40
5. 09165/09166 બુધ,શુક્ર,રવિ. અમદાવાદ-દરભંગા 21:00 03:25
6. 09167/09168 સોમ,મંગળ,ગરુ,શનિ અમદાવાદ-વારાણસી 21:00 03:25
7. 02947/02948 સોમ,બુધ અમદાવાદ-પટના 21:50 04:45
8. 09083/09084 પ્રતિદિન અમદાવાદ-મૂજ્જફરપુર 22:00 14:00
9. 09089/09090 પ્રતિદિન અમદાવાદ-ગોરખપુર. 23:45 14:35
10. 02833/02834 પ્રતિદિન અમદાવાદ-હાવડા 00:15 13:25
