Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ-ગાંધીનગર પોઇન્ટ ટુ પોઈન્ટ બસ સેવા 50% કેપેસિટી સાથે આવતી કાલથી થશે શરૂ

Live TV

X
  • દરેક મુસાફરે બસ ઉપાડવા ના નિર્ધારિત સમય થી 15 મિનિટ પહેલા પોઇન્ટ પર પહોંચવાનું રહેશે અને આવી બસોને દરેક ટ્રીપ બાદ સંપૂર્ણ સેની ટાઇઝ કરવામાં આવશે

    મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યમાં સચિવાલય સહિત સરકારી કચેરીઓ આવતી કાલ 1 જૂનથી શરૂ કરવાની જાહેરાત કરેલી છે. આ સંદર્ભમાં વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ એ જણાવ્યું છે કે રાજ્ય સરકાર ના  કર્મચારીઓ અને કચેરીઓ માટે  એસ.ટી દ્વારા ચલાવવા માં આવતી અમદાવાદ ગાંધીનગર ની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂન થી માત્ર અમદાવાદ મહાનગર ના કન્ટેઈનમેન્ટ ઝોન  સિવાય ના વિસ્તારોમાંથી  ગાંધીનગર  આવવા શરુ કરવામાં આવશે. 
    વાહન વ્યવહાર મંત્રી શ્રી આર સી ફળદુ એ આ અંગેની વિગતો આપતા કહ્યું કે ગૃહ વિભાગ ના જાહેરનામા અનુસાર આ પોઇન્ટ બસ સેવાઓ  બસની કુલ  પેસેન્જર કેપેસિટી ના 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે તેમજ  કોઈ પેસેન્જર  આ પોઇન્ટ સેવા ની બસમાં ઊભા રહી ને મુસાફરી નહિ કરી શકે. આ બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ કરવામાં આવશે એટલે કે વચ્ચે ના રૂટ પરથી કોઈ પેસેન્જર લેવામાં આવશે નહિ એટલુ જ નહિ મુસાફરો એ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન  અને ફરજિયાત માસ્ક નો ઉપયોગ પણ કરવાનો રહેશે. બસમાં પ્રવેશ આપતા પૂર્વે પ્રત્યેક મુસાફરો નું ટેમ્પ્રેચેર પણ ચેક કરવામાં આવશે. આ હેતુસર દરેક મુસાફરે બસ ઉપાડવા ના નિર્ધારિત સમય થી 15 મિનિટ પહેલા પોઇન્ટ પર પહોંચવાનું રહેશે
    અને આવી બસોને દરેક ટ્રીપ બાદ સંપૂર્ણ સેની ટાઇઝ કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply