રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 3 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે, 4 જિલ્લાની મુલાકાત કરશે
Live TV
-
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ત્રણ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે છે. 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના 4 જિલ્લાની મુલાકાત કરશે આરોગ્યમંત્રી. ભાવનગર, જુનાગઢ, રાજકોટ અને જામનગર જીલ્લામાં આરોગ્ય વિષયક કામગીરીની સમીક્ષા કરશે.
આજે ભાવનગર ખાતે પ્રધાનમંત્રીના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ, ભાવનગર સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે. આવતીકાલે, આરોગ્ય મંત્રી જુનાગઢ અને રાજકોટ હોસ્પિટલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ, સ્થાનિક સમસ્યાઓ અંગે, ધારાસભ્યો, પદાધિકારીઓ, સાથે બેઠક કરશે
29 ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ જામનગરમાં આવેલા સીદસર ઉમિયા ધામ શતાબ્દી મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેશે.