3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, કરા પણ પડી શકે
Live TV
-
રાજ્યના હવામાન વિભાગે ત્રણ દિવસ એટલે કે 29 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજયના હવામાનમાં પલટો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં માવઠું પડ્યું હતું. અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વરસાદ પડ્યો છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. નવસારી સહિતના વિવિધ સ્થળોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.
માવઠાને પરિણામે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફ વર્ષા પડવાના કારણે ગુજરાતમાં ઠંડી વધે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ,,, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે. તો ક્યાંક ગાજવીજ, ભારે પવન સાથે ભર શિયાળે કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે પવનની ગતિમાં પણ વધારો નોંધાઈ શકે છે