રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે કરી શુભેચ્છા મુલાકાત
Live TV
-
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. દિલ્લી ખાતે થયેલી મુલાકાતમાં રાઘવજી પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રી સમક્ષ ચણાના ઉત્પાદનમાં ટેકાના ભાવે ખરીદીમાં ટકાવારી વધારવા રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકાર 25 ટકા ઉત્પાદનના ટેકાના ભાવે ખરીદી કરે છે, જે 45 ટકા ટેકાના ભાવે ખરીદી કરવા રજૂઆત કરાઈ હતી. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કેન્દ્રના પશુપાલન મંત્રી પરસોતમ રૂપાલા સાથે પણ મુલાકાત કરી રાજ્યમાં પશુપાલનના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી.