Skip to main content
Settings Settings for Dark

પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ બન્યા IPS હસમુખ પટેલ

Live TV

X
  • રાજ્યમાં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યા બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે હસમુખ પટેલનની નિમણુક કરવામાં આવી છે.

    રાજ્ય સરકાર દ્વારા પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે તેમણે આજે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનાને કમનસીબ ગણાવી હતી. જોકે તેમણે સ્વચ્છ અને વહેલી તકે પરીક્ષા લેવાશે તેવું પણ જણાવ્યુ હતું. હસમુખ પટેલે કહ્યું કે, રાજ્ય સરકારની પ્રાથમિકતા હવે આવી ઘટના ભવિષ્યમાં ન બને તેની અને પેપર લીક ન થાય અને પરીક્ષા કેન્દ્રો પર ગડબડી ન થાય તે માટેની કાળજી રાખવાની છે.

    આ દરમ્યાન હસમુખ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી શરૂ કરી દે, વહેલી તકે પરીક્ષા લેવી અને સ્વચ્છ પરીક્ષા લેવી તે અમારી પ્રાથમિકતા છે.  આ સાથે તેમણે જણાવ્યું કે, પેપર પ્રિન્ટ ક્યાં કરવામા આવશે ? તે એક દમ ગોપનિય રાખવામા આવશે. વિઘાર્થીઓ મહેનત કરવા લાગે બનેલી કમનસીબ ઘટનાનો ફાયદો લઇ વિઘાર્થીને સમય મળ્યો તો ડબલ મહેનત કરે. તેમજ તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજવાનું આયોજન છે.
    ​​​​​​​

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
apply