Skip to main content
Settings Settings for Dark

રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ કર્યો રદ

Live TV

X
  •   તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને વિવિધ અપીલ કરી હતી.

    ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી વિવિધ સાત અપીલના બીજા દિવસે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કરીને સૌને પ્રધાનમંત્રીની અપીલમાં સહયોગ કરવા જણાવ્યું હતું.  આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં, હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. જોકે પ્રધાનમંત્રીની એક વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઇએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply