ગુજરાત સરકારની નવતર પહેલ: હવે નર્સો બનશે ‘સ્પેશ્યાલિસ્ટ’, 8 નવા ડિપ્લોમા કોર્સથી આરોગ્ય સેવાઓ થશે વધુ સુદ્રઢ
Live TV
-
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસના અવસરે ગુજરાત સરકારે રાજ્યના નર્સિંગ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને નવતર શૈક્ષણિક પહેલની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ, રાજ્યમાં નર્સોની કાર્યક્ષમતા વધારવા અને દર્દીઓને સુપર-સ્પેશિયાલિટી સારવાર આપવા માટે 8 વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે.
નર્સિંગ ક્ષેત્રે 'સ્પેશિયાલિઝેશન' પર ભાર
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, હવે નર્સિંગ સ્ટાફને માત્ર સામાન્ય સેવાઓ પૂરતો મર્યાદિત ન રાખતા, તેમને અત્યાધુનિક તબીબી જ્ઞાનથી સજ્જ કરવામાં આવશે. આ માટે સરકારી નર્સિંગ કોલેજો, મેડિકલ કોલેજો, GMERS અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોલેજોમાં એક વર્ષના સ્પેશિયલાઇઝ્ડ કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે.કયા ક્ષેત્રોમાં મળશે વિશેષ તાલીમ?
રાજ્યમાં અત્યારે નીચે મુજબના 8 મહત્વના વિભાગોમાં ડિપ્લોમા કોર્સ કાર્યરત છે:ક્રિટિકલ કેર નર્સિંગ (Critical Care Nursing)
• ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર નર્સિંગ (Emergency & Disaster Nursing)
• નિયોનેટલ નર્સિંગ (Neonatal Nursing - નવજાત શિશુની સંભાળ)
• કાર્ડિયોલોજી નર્સિંગ (Cardiology Nursing - હૃદયરોગ)
• ઓન્કોલોજી નર્સિંગ (Oncology Nursing - કેન્સર સારવાર)
• સાયકિયાટ્રિક નર્સિંગ (Psychiatric Nursing - માનસિક સ્વાસ્થ્ય)
• ઓર્થો એન્ડ રિહેબિલિટેશન નર્સિંગ (Orthopedic & Rehabilitation)
• બર્ન્સ એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ નર્સિંગ (Burns & Reconstructive Nursing) નો સમાવેશ થાય છે.માતૃ-શિશુ મૃત્યુદરમાં ઘટાડો કરવા NPM કોર્સ
રાજ્યમાં માતૃ અને શિશુ મૃત્યુદર ઘટાડવાના લક્ષ્ય સાથે 18 માસનો 'નર્સ પ્રેક્ટિશનર મિડવીફરી' (NPM) કોર્સ પણ શરૂ કરાયો છે. રાજ્યની 6 સરકારી કોલેજોમાં 120 બેઠકો સાથે આ કોર્સ ચાલી રહ્યો છે, જે GNM અથવા B.Sc. (નર્સિંગ) પૂર્ણ કર્યા બાદ કરી શકાય છે.
