ચોમાસા પહેલા AMC તૈયાર, ખાડાઓને પહોંચી વળવા હોટમિક્સ પ્લાન સંપૂર્ણ સજ્જ
Live TV
-
ચોમાસા દરમિયાન અમદાવાદના રસ્તાઓ પર પડતા ખાડા અને રોડ ડેમેજની સમસ્યાને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે AMC દ્વારા પીપળજ સ્થિત હોટમિક્સ પ્લાન્ટને સંપૂર્ણપણે સજ્જ કરવામાં આવ્યો છે. આ વર્ષે અંદાજે 42,000 મેટ્રિક ટન હોટમિક્સ મટીરિયલ સપ્લાય કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વરસાદમાં રસ્તાઓનું સમારકામ ઝડપથી કરી શકાય.
ગયા વર્ષે કયા ઝોનમાં કેટલું કામ થયું?
AMCના આંકડાઓ મુજબ, ગત ચોમાસામાં શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 44,333.71 મેટ્રિક ટન હોટમિક્સ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ઝોન વાઈઝ વિગત નીચે મુજબ છે:ઉત્તર ઝોન: 9831.28 મેટ્રિક ટન
પશ્ચિમ ઝોન: 9331.46 મેટ્રિક ટન
દક્ષિણ ઝોન: 8389.04 મેટ્રિક ટન
ઉત્તર પશ્ચિમ ઝોન: 8384.33 મેટ્રિક ટન
પૂર્વ ઝોન: 4041.43 મેટ્રિક ટન
દક્ષિણ પશ્ચિમ ઝોન: 3671.69 મેટ્રિક ટન
મધ્ય ઝોન: 534.30 મેટ્રિક ટન
બ્રિજ પ્રોજેક્ટ: 151.08 મેટ્રિક ટનહોટમિક્સ પ્લાન્ટ વિશે જાણવા જેવું
1. શું છે હોટમિક્સ પ્લાન્ટ?
આ એક અત્યાધુનિક પ્રોસેસિંગ યુનિટ છે જ્યાં પથ્થર, રેતી અને બિટુમિન (ડામર)ને ચોક્કસ તાપમાને ગરમ કરીને મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આ "હોટ મિક્સ અસ્ફાલ્ટ" રસ્તાઓને વધુ મજબૂત અને ટકાઉ બનાવે છે.2. સંપૂર્ણ ઓટોમેટેડ સિસ્ટમ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પીપળજ ખાતેનો પ્લાન્ટ સંપૂર્ણપણે ઓટોમેટેડ છે. તેમાં SCADA સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એકવાર કંટ્રોલ કેબિનમાંથી ડેટા ફીડ કર્યા પછી મટીરિયલ બનાવવાની તમામ પ્રક્રિયા મશીન દ્વારા જાતે જ થાય છે.3. કેવી રીતે બને છે મિશ્રણ?
સૌ પ્રથમ લોડર દ્વારા ડ્રાય મટીરિયલને અલગ-અલગ બિનમાં નાખવામાં આવે છે. ત્યારબાદ ડિઝાઇન મુજબ કન્વેયર બેલ્ટ દ્વારા એગ્રીગેટ અને બિટુમિન પ્લાન્ટમાં જાય છે. અહીં 170થી 175 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મિશ્રણ તૈયાર કરી ડમ્પરો દ્વારા જે-તે ઝોનમાં મોકલવામાં આવે છે.
