રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે સૈજપુર અને બહેરામપુરા ખાતે આજે સ્માર્ટ સ્કૂલનું ઉદ્ઘાટન કરાયું
Live TV
-
સૈજપુર ગુજરાતી શાળા નંબર છ તથા બહેરામપુરા શાળા નંબર 22ને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ સંચાલિત અને રાજ્ય સભાના પૂર્વ માનનીય સાંસદ શંભુપ્રસાદ ટુંડિયાના અનુદાનથી તૈયાર કરવામાં આવેલ સૈજપુર ગુજરાતી શાળા નંબર છ તથા બહેરામપુરા શાળા નંબર 22ને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે. ત્યારે આજે માનનીય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે સ્માર્ટ સ્કૂલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંચાલિત શાળાઓમાં 15 દિવસમાં ૧૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે. ત્યારે આ પ્રકારની સ્માર્ટ શાળાના માધ્યમથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે. આ સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સિનિયર કે જુનિયર કેજીના પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધી દિન-પ્રતિદિન સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યામાં વધારો થયો છે. સાથે જ તેમને આર.ટી. ઈના ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે પરંતુ જરૂર જણાશે તો તારીખ વધારવામાં આવશે.
