Skip to main content
Settings Settings for Dark

લેપ્ટોસ્પાઇરોસિસ રોગને અટકાવવા નવસારી જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ બન્યું

Live TV

X
  • સમગ્ર ગુજરાતમાં ખેડૂતો માટે ભય સમાન લેપ્ટોસ્પાયરોસિસ નામની બીમારીએ પકડ પકડી છે. ઉંદરના મળ મૂત્રથી ફેલાતા આ રોગને અટકાવવા નવસારી જિલ્લાનું આરોગ્ય તંત્ર કામેં લાગ્યું છે. સામાન્ય રીતે ચોમાસાની રૂતુ દરમ્યાન ખેત મજુરો ઉપર લેપ્ટોસ્પાયરોસિસ નામની બીમારીનો ખતરો ગત દિવસોમાં વધ્યો હતો. સરકાર દ્વારા આ રોગના નિયંત્રણ માટે મોટી જુંબેશ હાથ ધરી છે. જેને પગલે નવસારી જીલ્લામાં ગત વર્ષ ૨૦૨૦માં એક પણ લેપ્ટોસ્પાયરોસિસનો દર્દી નોંધાયો નથી. સરકાર દ્વારા ચાલુ વર્ષે પણ સમયસર આ બીમારી નિયંત્રણ માટેના પગલા લેવામાં આવે અને ઉંદર મારવાની દવાનું વિતરણ વહેલી તકે કરવામાં આવે તો ગત વર્ષની જેમ આ વર્ષે એક પણ કેસ નહી નોંધાય અને ખેડૂત આં બીમારીમાંથી બચી શકે.

    લેપ્ટોસ્પાઇરોસિસના લક્ષણો, નિવારણ અને સારવાર:

    લેપ્ટોસ્પાઇરોસિસના લક્ષણોમાં તાવ આવવો, માથું દુખવું, વોમિટિંગ થવી, હાડકા દુખવા, ઠંડી લાગવી, શરીર પર લાલ ચકામા પડવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આ રોગના ભારતમાં દર વર્ષે લગભગ 10000 કેસ નોંધાય છે. રોગને અટકાવવાના પ્રયત્નોમાં સંભવિત રીતે ચેપિત પ્રાણીઓ સાથે કામ કરતી વખતે સંપર્ક ટાળવો, સંપર્ક પછી હાથ ધોવા અને લોકો જે વિસ્તારમાં કામ કરતાં હોય અને રહેતા હોય તે વિસ્તારમાંથી ઉંદરોને ઘટાડવાનો સમાવેશ થાય છે. આ રોગના નિદાન માટે એન્ટિબાયોટિક ડોક્સીસાઈલીન પ્રવાસકારો વચ્ચે ચેપ અટકાવવા માટેના એક પ્રયત્નમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. ચોક્કસ પ્રકારના “લેપ્ટોસ્પાઈરા માટે પ્રાણીઓ માટેની રસીઓ ઉપલબ્ધ છે જે મનુષ્યોમાં ફેલાવવાનું જોખમ ઘટાડે છે. એન્ટિબાયોટિકથી ચેપગ્રસ્તોની સારવાર કરવામાં આવે છે જેમાં  ડોક્સિસાઇક્લિન, પેનિસિલિન અથવા સેટ્રીએક્ઝોનનો સમાવેશ થાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply