રાજ્યના સસ્તા અનાજની દુકાનધારક એસોશિએશન દ્વારા હડતાલ સ્થગિત રાખવાનો નિર્ણય
Live TV
-
રાજ્યની સસ્તા અનાજની દુકાનધારકોના એસોશિએશને આજે રાજ્ય સરકાર સાથે ફરી બેઠક યોજી હતી. કમિશન મુદ્દે સસ્તા અનાજની દુકાનધારકો હડતાળ પર હતા. રાજ્યના પુરવઠા મંત્રી સાથે બેઠક બાદ તેમણે હડતાલ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. અને આવતીકાલથી દુકાનો ખુલ્લી રાખીને પુરવઠા વિતરણ ચાલુ કરવાની ખાતરી આપી છે.
રાજ્યના અન્ન, નાગરિક અને પુરવઠા મંત્રીએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતું તે તેને રાજ્ય સરકાર આવકારે છે. આવતીકાલથી અનાજ સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા વિતરણનું રાબેતા મુજબ શરૂ કરાશે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે દિવાળીના તહેવારો બાદ એસોશિએશનની માંગણી પરત્વે સરકાર હકારાત્મક વિચારણા સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય કરશે.
