Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ ગુજરાત તકેદારી આયોગના ઓનલાઇન ફરિયાદ માટેના 'ઇ-તકેદારી પોર્ટલ'નું લોન્ચિંગ કર્યું

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતર્કતા જાગૃતિ સપ્તાહ-2023ની ઉજવણી નિમિત્તે ગુજરાત તકેદારી આયોગના ઓનલાઇન ફરિયાદ માટેના 'ઇ-તકેદારી પોર્ટલ'નું નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતેથી લોન્ચિંગ કર્યું હતું. આ સાથે જ તેમણે 'નિવારાત્મક તકેદારી અને ઇજનેરી કામોમાં ન્યાય સહાયક વિજ્ઞાનનો ઉપયોગ' વિષય પરની કાર્યશાળાનો પણ શુભારંભ કરાવ્યો હતો. જે પ્રતિભાશાળી વ્યક્તિની જન્મજયંતી આ સતર્કતા જાગૃતિ સપ્તાહ દરમિયાન આવે છે તેવા સરદાર સાહેબના વિચાર 'અમે ભ્રષ્ટાચારને ધિક્કારીએ છીએ'ને ટાંકીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિકાસ માટેના સરકારના પ્રયાસોની સફળતા આડે ભ્રષ્ટાચાર સૌથી મોટો અવરોધ છે. 'Say No To Corruption'ના સંદેશને દોહરાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભ્રષ્ટાચાર નિર્મૂલનથી રાષ્ટ્રને સમર્પિત થઈએ, વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બનીએ. અપરાધીઓ તો દરરોજ, દર મહિને ગેરરીતીના નવા રસ્તા શોધે જ છે, પરંતુ આપણે તેમનાથી બે ડગલાં આગળ રહેવાનું છે. એટલું જ નહિ, સમાજને પણ સતર્ક અને સજ્જ કરવાનો છે. આવી ગેરરીતિઓને ડામવા માટે આજની આ કાર્યશાળા અને ઈ-તકેદારી પોર્ટલ જેવી નવતર પહેલ પણ આ જ દિશામાં મજબૂત અને મક્કમ પગલું પૂરવાર થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો

    'ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ'ની થીમ સાથે તકેદારી આયોગ દ્વારા આયોજિત સતર્કતા જાગૃતિ સપ્તાહ-2023 અંતર્ગત આજે ઈ-તકેદારી પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પોર્ટલના માધ્યમથી સામાન્ય નાગરિકો ઘરે બેઠા જ ઓનલાઈન ફરિયાદ કરી શકશે, સાથે જ તેમની ફરીયાદનું ટ્રેકિંગ પણ જાતે જ કરી શકશે. એટલું જ નહીં, આ પોર્ટલથી ઈ-સરકારના માધ્યમ થકી આયોગ, સરકારી વિભાગો અને નાગરિકો વચ્ચે એકીકૃત રીતે કાર્યવાહી થવાથી નાગરિકો તેમની ફરિયાદો સરળતાથી નોંધાવી શકશે તથા આયોગ અને સરકારી વિભાગોની કક્ષાએ અસરકારક રીતે પ્રક્રિયા હાથ ધરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply