રાજ્યના ૧૩ જિલ્લામાં અંદાજે ૨૨૨ વરુ, સૌથી વધુ 80 વરુ ભાવનગર જિલ્લામાં
Live TV
-
વરુ પ્રજાતિનું રક્ષણ કરવા ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા રીમોટ સેન્સીંગ અને GIS જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકશાપોથી તૈયાર કરાઈ
રાજ્ય વન વિભાગ દ્વારા વર્ષ 2023માં રાજ્યમાં વરૂ વસ્તિ ગણતરી કરાઈ હતી. રાજ્યના 13 જિલ્લામાં અંદાજે 222 વરૂ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 80 વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 39 નર્મદા જિલ્લામાં, 36 બનાસકાંઠામાં, 18 સુરેન્દ્રનગરમાં, 12-12 જામનગર અને મોરબીમાં તેમજ 9 કચ્છ જિલ્લામાં જોવા મળ્યા છે.. ઉપરાંત પોરબંદર, મેહસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત જિલ્લામાં પણ વરુનું અસ્તિત્વ નોંધાયું છે.. તો ‘ગીર’ ફાઉન્ડેશનના અભ્યાસ મુજબ હાલ રાજ્યના 13 જિલ્લામાં કુલ 2 હજાર 217.66 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વરુનો વસવાટ છે.. તો વરુ પ્રજાતિનું રક્ષણ કરવા ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા રીમોટ સેન્સીંગ અને GIS જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકશાપોથી તૈયાર કરાઈ છે.. જેના થકી વરુના મુખ્ય નિવાસસ્થાનો અને તેને જોડતા મહત્વપૂર્ણ કોરિડોરને ઓળખવામાં મદદરૂપ થઈ શકે છે.