Skip to main content
Settings Settings for Dark

રાજ્યના 136 બસ સ્ટેન્ડ પર ગ્રામ હાટ શરૂ, સખી મંડળોની બહેનોને મળશે વિશાળ બજાર

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી રાજ્યના 27 જિલ્લાઓમાં 136 બસ સ્ટેન્ડ પર સખી મંડળો દ્વારા સંચાલિત ગ્રામ હાટનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

    આ સાથે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે વિવિધ પહેલો અને ત્રિદિવસીય સરસ મેળાનો શુભારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સખી મંડળોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલાની વસ્તુઓ અને ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓને ગ્રામ હાટના માધ્યમથી વિશાળ બજાર મળશે. મહિલાઓને ડિજિટલ ઉદ્યોગસાહસિક બનાવવા પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ બહેનો લખપતિ દીદી બની છે. ઉપરાંત, રાજ્યનાં18 હજાર ગામોમાં મહિલા સંચાલિત અમૂલ મિલ્ક પાર્લર શરૂ કરવાની યોજના છે.

    કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ત્રણ લાખથી વધુ સખી મંડળો મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપી રહ્યાં છે. ગ્રામ વિકાસમંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલા 236 સરસ મેળામાં 8,500 સ્વસહાય જૂથોએ આશરે રૂ. 40 કરોડનું વેચાણ કર્યું છે.આ પ્રસંગે સ્વસહાય જૂથોને અમૂલ પાર્લર ફાળવણીપત્રો અને કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરાયું હતું. સાથે જ રાજકોટ જિલ્લાના વિચરતી-વિમુક્ત જાતિના 139 પરિવારોને રહેણાક માટે વિનામૂલ્યે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
apply