રાજ્યના 5 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર, 17 શહેરોમાં પારો 40 ડિગ્રીની નીચે
Live TV
-
આજે ગુજરાતમાં 6 જિલ્લામાં વરસાદની આગાહી છે. જેમાં નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદની વકી છે. આ વચ્ચે આજે અમદાવાદમાં ફરી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે. અમદાવાદમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગર 41.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. ગાંધીનગરમાં 41.5, રાજકોટમાં 41.4 ડિગ્રી અને અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય વડોદરામાં 39.2 ડિગ્રી, ભાવનગરમાં 37.4 ડિગ્રી, ભુજમાં 37.1 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 39.7 ડિગ્રી, દાહોદમાં 38.2 ડિગ્રી, ડાંગમાં 37.2 ડિગ્રી, ડીસામાં 39.2 ડિગ્રી, દ્વારકામાં 33.2 ડિગ્રી, જામનગરમાં 36.6 ડિગ્રી, કંડલામાં 37 ડિગ્રી, નલિયામાં 35.4 ડિગ્રી, નર્મદામાં 38.5 ડિગ્રી, ઓખામાં 34.8 ડિગ્રી, પોરબંદરમાં 35.2 ડિગ્રી, સુરતમાં 36.2 ડિગ્રી, વલસાડમાં 36.4 ડિગ્રી અને વેરાવળમાં 35.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
