SIT બને છે અને જાય છે પણ દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી: હાઈકોર્ટ
Live TV
-
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસની સુઓમોટો પીઆઈએલ પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. આ કેસની સુનાવણી વખતે હાઇકોર્ટે કહ્યું, કે 'SIT બને છે અને જાય છે પણ દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.'
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. ત્યારે આજે આ મામલે ફરી ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. આ સુનાવણી દરમિયાન અમદાવાદ, રાજકોટ અને વડોદરા મહાનગરપાલિકાએ પોતાની એફિડેવિટ રજૂ કરી હતી. હાઈકોર્ટે આ સુનાવણી દરમિયાન કહ્યું કે, હજુ સુધી બનાવ બન્યો તે સમયના RMC કમિશનર પર કેમ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો?... કોર્ટે SIT પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, SIT બને છે પણ દુર્ઘટનાઓ અટકતી નથી. હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર હરકતમાં આવે છે, પરંતુ થોડા સમય બાદ સ્થિતિ જેમ હતી તેમ થઈ જાય છે. SIT એ બે મહિનાનો સમય માંગ્યો હતો.. પરંતુ રાજ્ય સરકારે 28 જૂન સુધીમાં SIT ને ફાઇનલ રિપોર્ટ બનાવવાની તાકીદ કરી છે. હવે આ મામલે આગામી સુનવણી 13 જુનના રોજ થશે..
