Skip to main content
Settings Settings for Dark

રાજ્યની 39 મેડિકલ કોલેજમાંથી પોરબંદરની મેડિકલ કોલેજ ડોકટરોની બાયોમેટ્રિકમાં પ્રથમ ક્રમે

Live TV

X
  • પોરબંદર જિલ્લામાં બે વર્ષ પૂર્વે જ GMERS મેડિકલ કોલેજનો પ્રારંભ થયો હતો.આ મેડિકલ કોલેજ સમગ્ર રાજ્યની 39 જેટલી મેડિકલ કોલેજોમાંથી બાયોમેટ્રિકમાં પ્રથમ આવી છે.

    કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર રાજ્યના અલગ-અલગ 7 જેટલા જિલ્લામાં મેડિકલ કોલેજની જાહેરાત કરવામાં આવી હતી. મેડિકલ કોલેજની જાહેરાત બાદ તેમને શરૂ કરવા માટે કેન્દ્ર સરકારની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં 2 વર્ષ પૂર્વે મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી હતી. આ મેડિકલ કોલેજમાં અલગ-અલગ વિભાગોમાં HOD સહિત સિનિયર અને જુનિયર રેસિડેન્ટ ડોકટરોની પણ નિમણુંક કરવામાં આવી હતી.

    પોરબંદરની આ મેડિકલ કોલેજ સમગ્ર રાજ્યની 39 જેટલી મેડિકલ કોલેજમાંથી NMCના બાયોમેટ્રિક પોર્ટલ પર ડોકટરોની બાયોમેટ્રિકને લઈને પ્રથમ આવી છે. NMCના પોર્ટલ પર પોરબંદરની મેડિકલ કોલેજે ડોક્ટરોના બાયોમેટ્રિક માટે પ્રતિદિન 90 થી 95% ડોકટરો રેગ્યુલર બાયોમેટ્રિક કરી રહ્યા છે. હાલ મેડિકલ કોલેજમાં 30 અલગ-અલગ ફેકલ્ટી તેમજ 22 સિનિયર રેસિડેન્ટ સહિત 52 ડોકટરો ફરજ બજાવી રહ્યા છે. જેમાંથી NMCના બાયોમેટ્રિક પોર્ટલ પર 51 ડોકટરો રેગ્યુલર બાયોમેટ્રિક કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

    પોરબંદરની મેડિકલ કોલેજ છેલ્લા ઘણા સમયથી NMCના પાર્ટલમાં પોરબંદરની મેડિકલ કોલેજના હાઈ રેન્ક પર રહે છે અને હાલ NMCના પોર્ટલ પર પોરબંદરની મેડિકલ કોલેજ ગ્રીન ઝોન પર રહેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply