રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવને ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લેવડાવ્યા
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવને ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા.
આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત લોકાયુક્તને અભિનંદન પાઠવ્યા હતા.
