રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મુખ્ય માહિતી કમિશનર અને 3 માહિતી કમિશનર્સને શપથ લેવડાવ્યા
Live TV
-
રાજભવનમાં રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અને 3 માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજ્ય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર્સને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌપ્રથમ મુખ્ય માહિતી કમિશનર શ્રી ડૉ. સુભાષચંદ્ર આર. સોનીને શપથ લેવડાવ્યા હતા અને તેમને શુભકામનાઓ પાઠવી હતી.
બાદમાં રાજ્યપાલે માહિતી આયોગના માહિતી કમિશનર પદ માટે સુબ્રહ્મણ્યમ રામચંદ્ર ઐયર, મનોજ વિઠ્ઠલભાઈ પટેલ અને નિખિલ.આર.ભટ્ટને શપથ લેવડાવ્યા હતા. ત્રણેય રાજ્ય માહિતી કમિશનરે પદ અને નિષ્ઠાના શપથ લીધા હતા.
રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુએ શપથવિધિની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું.
આ અવસરે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગુજરાત રાજ્ય માહિતી આયોગના પૂર્વ મુખ્ય માહિતી કમિશનર અમૃતભાઈ પટેલ, પૂર્વ માહિતી કમિશનર, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
