Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજભવનમાં લેડી ગવર્નર દર્શનાદેવી અને રાજભવન પરિવારના બાળકો સાથે ધુળેટીની ઉજવણી કરી

Live TV

X
  • ફૂલોમાંથી બનેલા પ્રાકૃતિક રંગોથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને રંગ્યા

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે રાજભવનમાં લેડી ગવર્નર દર્શનાદેવી અને રાજભવન પરિવારના બાળકો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. કુદરતી ફૂલોમાંથી બનેલા પ્રાકૃતિક રંગોથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌને રંગ્યા હતા.

    હોળી-ધુળેટીનું પર્વ આપણને પ્રકૃતિ સાથે જોડે છે. પર્યાવરણ પ્રત્યે વિશેષ સંવેદનશીલ બનાવે છે. રંગોના આ ઉત્સવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સૌને પ્રકૃતિ તરફ પાછા વળવાનો સંદેશ આપ્યો હતો. રસાયણમુક્ત કૃષિ-પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવીને સ્વસ્થ, નિરોગી અને પ્રસન્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

    રાજભવનમાં ધુળેટી પર્વની ઉજવણી દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને રાજભવન પરિવારના બાળકોએ અત્યંત સહજ ભાવે  રંગોથી રંગ્યા હતા.  સૌએ રાજસ્થાની હોળી ગીતોની પણ મજા માણી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply