Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરની તમામ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારનો ચાર્જ નક્કી કરાયો

Live TV

X
  • રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓ માટે એક પ્રજાલક્ષી નિર્ણયની જાહેરાત કરી છે. સરકારે રાજ્યભરની તમામ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારનો ચાર્જ નક્કી કર્યો

    રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓ માટે એક પ્રજાલક્ષી નિર્ણયની જાહેરાત કરી છે. સરકારે રાજ્યભરની તમામ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારનો ચાર્જ નક્કી કર્યો છે. જેના કારણે વિવિધ હોસ્પિટલો અલગ અલગ ચાર્જ વસુલી નહીં શકે. એપિડેમિક ડિસિઝ એક્ટ 1897ને આધિન મળેલી સત્તાના રૂએ ,ગુજરાત સરકારે તમામ હોસ્પિટલોમાં એક સમાન સારવારના દર નક્કી કરાયા છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા પરિપત્ર મુજબ કોરોનાના દર્દીઓને ICUની સુવિધા વગર ,સારવાર માટે ,વોર્ડમાં પ્રતિદિન 5700 અને હાઈ ડિપેન્ડન્સી યુનિટ HDUમાં, પ્રતિદિવસ 8 હજાર 75 ચૂકવવાના રહેશે. તો ICU સાથેની હોસ્પિટલમાં ,વોર્ડના 6 હજાર , અને HDUમાં ,8 હજાર 500ના દર ,નક્કી કરાયા છે. સાથે જ ,જો આઈસોલેશનની સાથે ,ICUની સુવિધા હશે 14 હજાર 500 ,અને આ બન્ને સુવિધા સાથે ,જો દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે ,તો 19 હજાર રૂપીયાથી વધાર, પ્રતિદિવસ ,નહીં વસુલી શકાય. તો કેટલીક હોસ્પિટલ, PPE કિટ્સનો પણ ,અલગથી ચાર્જ વસુલતી હતી ,તે હવે બંધ થઈ ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે, કે જે દર નક્કી કરાયા છે ,તેમાં બે ટાઈમનું ભોજન, સવાર-સાંજનો ચા નાસ્તો, PPE કિટ્સ, N-95 માસ્ક, તમામ રૂટિન દવાઓ, રૂમ ચાર્જિસ અને નર્સિગ ચાર્જિસનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે ,નિયત કરેલા આ દર અમદાવાદ, સુરત વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં ,લાગુ પડશે નહીં. કારણ કે, આ વિસ્તારોમાં ,આ પહેલાં-શરૂઆતથી જ ,ભાવો નિયત કરી દેવામાં આવ્યા છે. માં અમૃતમ અને માં-વાત્સલ્ય યોજના અંતર્ગત ,જે ખાનગી હોસ્પિટલ એમ્પેનલ કરાયેલ છે, એવી હોસ્પિટલોમાં ,માં અમૃતમ અને માં-વાત્સલ્ય યોજનાના લાભાર્થી તરીકે ,જે દર્દીઓ સારવાર મેળવશે ,તેમને આ યોજનાથી નિયત થયેલા દરો ,લાગુ પડશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply