Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Live TV

X
  • વરસાદની સ્થિતિને ધ્યાને લઈ મુખ્યમંત્રીએ સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરી તંત્રને એલર્ટ રહેવા આપી સૂચના

    હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેથી આગામી દિવસોમાં તેની તીવ્રતામાં પણ વધારો થશે. ઉપરાંત કચ્છ ઉપર પણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કરણે કચ્છમાં વ્યાપક વરસાદ રહેશે. 15 અને 16 ઓગષ્ટના રોજ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. મહત્વનું છે કે, અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 70 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જયારે છેલ્લા 12 કલાકમાં સુરતના માંગરોળમાં સૌથી વધુ 7 ઇંચથી પણ વધુ જ્યારે કામરેજમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

    સતત વરસી રહેલા વરસાદને ધ્યાને રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીને વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થાને પહોંચાડવા આદેશ કર્યા છે. તો ઉકાઈ અને આંબલી ડેમમાંથી ધીમે-ધીમે પાણી છોડવા સિંચાઈ વિભાગને સૂચના આપવામાં આવી છે.

    મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધી 200 કરતાં વધારે લોકોને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉમરગામ તાલુકામાં ફસાયેલા 6 લોકોને NDRFના જવાનો દ્વારા બચાવવામાં આવ્યા છે. તો સતત વરસી રહેલા વરસાદને પગલે જરૂરિયાતવાળા વિસ્તારોમાં NDRF તેમજ અન્ય ટીમો પોતાની કામગીરી કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply